સાવરકુંડલાના ધાર ગામે મહિલા સરપંચ ઉપર હુમલો : સરપંચ હોસ્પિટલમાં દાખલ

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ધાર ગામે રહેતા સરપંચ દયાબેન બાબુભાઇ રામાણી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે તા.20 ના ગ્રામ સફાઇ અભિયાન અંતર્ગત મોલડી રોડ ઉપર જેસીબીથી સફાઇ કામગીરી કરી રહેલ હતા ત્યારે ધાર ગામના કનુભાઇ આપાભાઇ ખાડક, ભુપતભાઇ ખાડક અને કથુભાઇએ ગાળો આપી સરપંચ થવાનો બહુ શોખ હતો અમારી સામે કેમ ફોર્મ ભર્યુ તેમ કહી બાવળના લાકડાના ઠુઠાથી માર મારી ગળુ દબાવી કપડા ફાડી નાખેલ તુ સરપંચમાંથી રાજીનામુ આપી દે જે નહીતર તને અને તારા પરિવારને મારી નાખશુ તેમ કહી તારા ઉપર પણ અમે ફરિયાદ કરશુ તેમ જણાવેલ એ અરસામાં સરપંચના પિતા ખેતરે જતા હતા તે વચ્ચે પડતા તેને પણ ગાળો દઇ ધમકી આપેલ અને જેસીબીની મજુરીના પૈસા ભરેલ પર્સ જેમાં રૂા.30 હજાર હતા તે આચકી લઇ જતા સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ મહિલા સરપંચે એસપીશ્રીને ઉપરોક્ત બનાવ અંગે લેખીત રજુઆત