સાવરકુંડલાના બાઢડા નજીક બાઇક સાથે ઇકો અથડાઇ

અમરેલી,
મહુવા તાલુકાના ડોળીયા ગામના દુલાભાઇ સોમતભાઇ ચૌહાણ ઉ.વ.28 ના ભાઇ પરબતભાઇ સોમાભાઇ ચૌહાણ પ્રકાશભાઇ બાબુભાઇ સાંખટની બાઇક પાછળ બેસીને સાવરકુંડલાથી પોતાના ગામ જતા હોય.તે દરમ્યાન રસ્તામા બાઢડા ગામ નજીક પહોચતા સામેથી આવી રહેલી ઇકો ફોરવ્હીલ જીજે 04ઇએ 9544ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇ થી ચલાવી બાઇક સાથે ભટકાવી પરબતભાઇ સોમાભાઇ ચૌહાણને ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી પ્રકાશભાઇ બાબુભાઇ સાંખટને ઇજાઓ કરી નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.