સાવરકુંડલાના બે કુખ્યાતો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

  • અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકશ્રીએ નવા વર્ષની શરૂઆતમાં 
  • સાવરકુંડલા શહેરના દારૂના ધંધાથી બે શખ્સોને પાસા હેઠળ ઝડપી લઇ વડોદરા જેલમાં ધકેેલાયા

અમરેલી, અમરેલીમાં નવાવર્ષની શરૂઆતમાં અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકશ્રીએ દારૂની પ્રવૃતિ કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કરમટા, પી.એસ.આઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા ગેરકાયદેસર દારૂના ધંધાર્થી જયસુખ ઉર્ફે ભાયો ભનુ ઉર્ફે ભાકુ દેગામા રહે. સાવરકુંડલા તેમજ રીયાઝ ઉર્ફે રીચાર્જ અલારખ મલેક વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલી મારફતે જીલ્લા મે. તરફ મોકલી આપેલ. આવા દારૂના ધંધાર્થી વ્યકિતઓની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકએ ઉપરોકત શખ્સો વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના મુજબ એલ.સી.બી. પોલીસે આરોપી જયસુખ ઉર્ફે ભાયો ભનુ ઉર્ફે ભાકુ દેગામા રહે. સાવરકુંડલા તેમજ રીયાઝ ઉર્ફે રીચાર્જ અલારખ મલેકને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ હાજ ખરી છે.