સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાતે શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક

  • મનોરોગી મહિલાઓની સંસ્થા માનવ મંદિરની સેવા પ્રવૃતીથી પ્રભાવિત થયા
  • માનવ મંદિરમાં રહેતી મહિલાઓને ટાંક પરિવારે ભરપેટ ભોજન કરાવી માનવ મંદિરનાં પરિષરમાં વૃક્ષારોપણ કર્યુ
  • માનવ મંદિરના મહંત પુ. ભક્તિરામબાપુના આર્શીવચન સાથે માનવ સેવાની અનેરી સુવાસ પ્રસરી : સેવા પ્રવૃતી બિરદાવી
  • સાવરકુંડલાના માનવ મંદિરે તરછોડાયેલી માનસીક ભાંગેલી મહિલાઓ માટે અવિરતપણે ચાલતો અનેરો સેવા યજ્ઞ

સાવરકુંડલામાં આવેલા માનવ મંદિરની ઉદ્યોગપતિ અને સમાજ સેવાને પ્રાધાન્ય આપનારા ભરતભાઇ ટાંક અને તેના પરિવારે મુલાકાત લીધી હતી માનવ મંદિરમાં થઇ રહેલી મનોરોગી મહિલાઓની સેવાથી ટાંક પરિવાર અભિભુત થયો હતો આ સેવાનો ભેખ ધરનાર ભક્તિરામબાપુના ટાંક પરિવારે આશીર્વાદ મેળવ્યા હતા સાવરકુંડલામાં આવેલા માનવ મંદિરે તરછોડાયેલી કે માનસીક રીતે ભાંગેલી મહિલાઓની સેવાનો અવિરત યજ્ઞ ચાલી રહયો છે ભક્તિરામબાપુના સાનિધ્યમાં ચાલી રહેલા આ સેવાકીય યજ્ઞની સુવાસ દુર દુર સુધી પહોંચેલ છે સેવાની સુવાસને કારણે અનેક લોકોએ આ માનવ મંદિરની મુલાકાત લીધી છે માનવ મંદિરની સેવાકીય પ્રવૃતીથી પ્રભાવિત થયા છે જેમાં ગઇ કાલે સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશનના ભરતભાઇ ટાંક અને તેમના પત્નિ ઉર્વીબેન ટાંક તેમજ પુત્રી પ્રેક્ષા ટાંકે મુલાકાત લઇ સેવાકીય પ્રવૃતીને નીહાળી હતી આ સેવાકીય કાર્ય બાદ માનવ મંદિર પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ ટાંક પરિવારની મુલાકાત વેળાએ વિજયભાઇ માળવી, ગૌરાંગભાઇ સોલંકી, દિપકભાઇ મોરી, રાજુભાઇ કાચા હાજર રહયા હતા. ભક્તિરામબાપુ અને સુર્યકાંતભાઇ ચૌહાણ સાથે સંસ્થા અંગે ચર્ચા વિચારણા કરી હતી.