સાવરકુંડલાના માનવ મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી

  • એમ્પલ વિંગ્સ એક્ટીવ એકેડમી ગૃપ અમરેલી અને બોલબાલા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજન

સાવરકુંડલા, એમ્પલ વિંગ્સ એક્ટીવ એકેડમી ગૃપ અને બોલબાલા ટ્રસ્ટ અમરેલી દ્વારા માનવ મંદિર નાં બહેનો સાથે અનોખી રીતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી. તારીખ :- 2/8/2020 ને રવિવાર ના રોજ સાવરકુંડલા ના માનવ મંદિર ના મનોરોગી બહેનો સાથે આખો દિવસ રહી એમનાં હાથ માં મેંદી લગાવી,સંગીત ખુરશી,એક મીનીટ ગેમ,ફુટબોલ રમત રમાડી ,ડાન્સ કરાવ્યો સાથે માસ્ક પહેરાવી દરેક બહેનો ને રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ,રૂપલબેન સિઘ્ઘપુરા,વિરાજભાઈ ટીલાવત,રીઘ્ઘીબેન પડસાલા, ઓમભાઈ મકવાણા (ગોંડલ), રાહુલભાઈ મકવાણા,જહાન્વીબેન ભટ્ટ, તીર્થ સાવલીયા,હર્ષ કાપડિયા,આશીર્વાદ ભટ્ટ મનોરોગી બહેનો ના જીવન માં ઉજાસ લાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.