સાવરકુંડલાના મોટા ઝીઝુંડાની સીમમા ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મૃત્યું

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીઝુંડા ગામે ઘનશ્યામભાઈ બાબુભાઈની વાડીએ મુળ એમપીના શ્રમિક અંકનભાઈ રમેશભાઈ ઓસારી ઉ.વ. 18 ને હાથે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનું પત્નિ લલીતાબેન અંકનભાઈ ઓસારીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ .