સાવરકુંડલાના લુવારામાં કાઠી સમાજનાં ટોળા એકત્ર થયા

  • ગુજસીટોકના આરોપી અશોક બોરીચાની સામે નોંધાયેેલા હત્યાના પ્રયાસના ગુનામાં પરિવારની મહિલાના નામ મામલે કાઠી ક્ષત્રીય સમાજ લુવારા ઉમટયો 

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ગુજસીટોક સહિતના 32 ગુનાઓના અપરાધી અશોક બોરીચા સાથે થયેલી ફાયરીંગની ઘટનામાં અશોકની સામે નોંધાયેેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં વિડીયો શુટીંગ ઉતારનાર તેમના બહેનએ પોલીસને ઘરમાં પ્રવેશતી અટકાવી અને ફરજમાં રૂકાવટ કરી હોવાનો ઉલ્લેખ કરી તેમની ઉપર પણ ગુનો દાખલ કરતા આ મામલે અમદાવાદથી કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતએ ગઇ કાલે હું ચાર તારીખે અશોક બોરીચાના માતુશ્રીને મળવા આવુ છુ અને રણનિતી ઘડશુ તેવો વિડીયો વાયરલ કરી સૌને લુવારા આવવા અપીલ કરી હતી.આજે બપોરે 3 વાગ્યાથી લુવારામાં કાઠી ક્ષત્રીય સમાજના યુવાનો જેતપુર, ચોટીલા, બોટાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવ્યા હતા રાજુલા તથા જિલ્લાના અમુક વિસ્તારોમાંથી પણ સમાજના યુવાનો લુવારા પહોંચી ગયા હતા ગામમાં મોટી સંખ્યામાં પ્રારંભીક તબક્કે આવેલ લોકો ગામની એક વાડીમાં એકત્ર થયા હતા અને ત્યાં સમાજના દિકરી માટે શું કરવુ તેની ચર્ચા વિચારણા કરી હતી અને સાંજે ત્યાંથી સૌ પરત ગયા હતા આ દરમિયાન ગામમાં તથા લુવારા અને સાવરકુંડલા આવતા માર્ગો ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી અને સૌની ચકાસણી કરવામાં આવી હતી.