સાવરકુંડલાના લુવારા ગામે પોલીસ અને ગુજસીટોક આરોપી વચ્ચે ફાયરિંગ ની રમઝટ

ઝડપાયેલા અપરાધી અશોકે એસપી નિર્લિપ્ત રાય ને ટારગેટ બનાવી પતાવી દેવા દેવા માટે પાછળ શૂટર મુક્યા હોવાની ચર્ચા

સામસામા ફાયરિંગ દરમિયાન ગુજસીટોક ના ફરાર આરોપી અશોક બોરીચા ને ઇજા
અવધ ટાઈમ્સ ન્યુઝ

ગુજસીટોક સહિતના અનેક ગુનામાં ફરાર લુવારા ગામના અશોક બોરીચા નામ નો આરોપી લુવારા ગામે આવ્યો હોવાની બાતમી પરથી વોચમાં રહેલ અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા ફરાર આરોપી અશોક બોરીચા ને પડકારવામાં આવતા તેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરતા પોલીસે જવાબી ફાયરિંગ કરતા લુવારા ગામમાં પોલીસને અપરાધી વચ્ચે સામસામી ફાયરીંગ ની રમઝટ જામી હતી અને તેમાં પોલીસે અશોક બોરીચા ને કોર્ડન કરી ઝબ્બે કર્યો હતો છતાં પણ ભાગવા જતા તેમને ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અવધ ટાઈમ્સ ન્યુઝ
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અમરેલીના એસ.પી શ્રી નિર્લિપ્ત રાય પાછળ તેને પતાવી દેવા માટે અશોક બોરીચાએ રેકી માટે શૂટર ગોઠવ્યા હતા અગાઉ પણ તેમણે પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું અને પોલીસે સ્થળ પરથી હથિયારોને કેટલાક લોકોને પકડયા હતા
અવધ ટાઈમ્સ ન્યુઝ
અપરાધીઓને આંખમાં કણાની જેમ ખૂંચતા અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અશોક ના હિટ લિસ્ટ માં હતા પરંતુ તેઓ કોઇ કારનામાને અંજામ આપે તે પહેલા પોલીસે અશોકને ફાયરિંગ ની રમઝટ બોલાવી પકડી પાડ્યો હતો પોલીસ તંત્ર દ્વારા અશોક બોરીચાએ કયા કયા આશરો લીધો છે અને તેમની સાથે બીજા કેટલા લોકો છે તે સર્ચ ઓપરેશન સાવરકુંડલા પંથકમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.