સાવરકુંડલાના વંડાના જેજાદ ગામે બાળા સાથે યુવાને બળાત્કાર ગુજાર્યો

  • બાળાને ભાગ આપવાની લાલચ આપી
  • બાળાની માતાએ ફરિયાદ કરતા પોલીસે ગામમાંથી જ અરોપીને ઝડપી પાડયો

સાવરકુંડલા તાલુકાના વંડાના જેજાદ ગામે રહેતી એક 4 વર્ષની બાળાને ભાગ આપવાના બહાને લલચાવી ફોસલાવી તેજ ગામના યુવાન જીતુ ઉર્ફે રાહુ રવજીભાઇ ગોહિલ ઉ.વ. 30 એ ભરતભાઇ સોનીના બંધ મકાન નજીક બાળાને લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની બાળાની માતાએ વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસનીશ અધિકારી સી.પી.આઇ. કે.સી. રાઠવાએ તપાસ દરમિયાન ગામમાંથી જ આરોપીને ઝડપી પાડયો હતો. હવે પોલીસ દ્વારા બાળા અને આરોપીનું મેડીકલ ચેકઅ્પ કરાવવામાં આવશે. બાળા ઉપર બળાત્કારનો બનાવ બનતા યુવાન સામે ગામમાં ફીટકારની લાગણી વ્યાપેલ છે.