સાવરકુંડલાના વંડા ગામે ખેડૂતોને યુરીયા ખાતર સાથે રોપાઓનુ વિતરણ કરતા પીઢ સહકારી આગેવાન શ્રી મનજીભાઈ તળાવીયા

  • વન વિભાગના સહયોગથી ખાતર સાથે એક એક રોપા આપી ઉછેર માટે અનુરોધ કર્યો

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ખેડૂતોને યુરીયા ખાતર સાથે વન વિભાગના રોપાઓનુ વિતરણ કરતા સહકારી આગેવાન મનજીભાઈ તળાવયા સાવરકુંડલા તાલુકાના વંડા ગામે સેવા સ.મં.લી. વંડા માં યુરીયા ખાતર ની 500 થેલી ખાતર આવ્યું હતુ અને દરેક ખેડૂતોને 5 થેલી આપવામાં આવ્યુ હતુ અને સાથે વનવિભાગના એક એક રોપાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ આવીરીતે એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને સોશ્યલ ડીસ્ટન રાખીને દરેક ખેડૂતોને ખાતર અને રોપાઓનુ વિતરણ મંડળીના મંત્રી જયસુખભાઈ રામાણી.પ્રફુલભાઈ રામાણી. રમેશભાઈ તળાવયા એ આ એક અમરેલી જીલ્લામાં ખાતર વિતરણની સાથે વૂક્ષારોપણનો કાર્યક્રમ કરી એક અનોખો રાહ સીધ્યો હતો.