સાવરકુંડલાના વણોટ ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે રહેતા અશ્ર્વીનભાઈ ચંદ્રકાન્તભાઈ ત્રિવેદી ઉ.વ.47 ના મકાનમાં કોઈ તસ્કરોએ દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી અનાજ ભરવાની પેટીના નકુચા તોડી સોનાના ચેઈન બે નંગ,રૂ/-40,000,સોનાની વીંટી ત્રણ નંગ,રૂ/-20,000 ,ચાંદીના છડા એક જોડ,રૂ/-800,ચાંદીના જુના છડા એક જોડ રૂ/-700 તથા સોનાનો નાકનો દાણો રૂ/-350,ચાંદીનો જુડો એક નંગ રૂ/-500 મળી રૂ/-62,350 તેમજ રોકડ રૂ/-4000 મળી કુલ રૂ/-66,350 ની માલમતાની ચોરી કરી ગયાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ