સાવરકુંડલાના વિજપડી ગામે રાત્રે સિંહે આવીને ખુટીયાનું મારણ કર્યુ

સિંહ આવી ચડતા પશુપાલકોમાં વ્યાપેલો ફફડાટ

વિજપડી,
સાવરકુંડલાના વિજપડીમાં આવી ચડેલા સિંહે ખુટીયાનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો ને વાડી માં હજુ 100%વિજ પુરવઠો તંત્ર દ્વારા વાવાઝોડા ને બે માસ થયા તો પણ શરૂ થયેલ નથી બીજી બાજુ જંગલી જાનવરો એ બેમાસ પુર્વે વિજપડી માં એક ગરીબ આધેડ ઉપર દિપડા એ હુમલો કરેલ અને એ આધેડ ખેડૂત નુ આ હુમલા થી મૃત્યુ પામેલ છે.ત્યારે આજે ફરી સિંહ વિજપડી ગામે ગામના જાપા માં મોક્ષ ધામ પાસે એક ખુટયા નું મારણ કરેલ છે ગત રાત્રીના આ બનાવ થી ખેડૂતો ને વાડી માં રહેવું મજુરોને રાખવા જોખમી બન્યા છે.અને ખેડૂતો ને ખેતી કામ કરવા મા જોખમ લાગી રહ્યુ છે માટે વન તંત્ર એ અગાઉ વિજપડી ગામે થી દીપડા ને પાંજરે પુરવા મા આવેલ હતો ત્યારે હવે સિંહે દેખા દિધેલ છે માટે યોગ્ય કરવા તમામ ખેડુતો ની માંગ છે