અમરેલી,
સાવરકુંડલાના વોર્ડ નં.1 માં આવેલ પંડયા શેરીમાં ભાલીયાવાળા નાકામાં પાલીકા દ્વારા ચાલતા રોડના કામમાં ગેરરીતી થયા અંગે પંડયા શેરીમાં રહેતા સંજય કિશોરભાઇ મારૂએ નગરપાલીકાના ચીફઓફીસરને પત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં સીસી રોડ મંજુર કરવમાં આવેલ છે અને તે મુજબના કામનું પાલીકા દ્વારા ટેન્ડર બહાર પાડી જે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે તે એજન્સી દ્વારા સીસી રોડ બનાવવના બદલે પેવિંગ બ્લોક રોડ બનાવામાં આવેલ છે હાલમાં પેવીંગ રોડની કામગીરી શરૂ છે તેમા પણ રોડમાં મેટલીંગ અંદાજીત 2 થી 4 ઇંચ કરવામાં આવેલ છે ત્યારબાદ ડસ્ટ પાથરી તેના ઉપર પેવીંગ બ્લોક ફીટ કરવામાં આવેલ છે આ કામમાં બ્લોક નીચે કરવામાં આવતુ ટીસીસી થયેલ નથી જેથી કામગીરી નબળી થઇ છે અને કામમાં ગેરરીતી હોવાનું જણાય છે.પેવીંગ રોડની કામગીરી ન કરવા અને મંજુર થયેલ ટેન્ડર મુજબ સીસી રોડ બનાવવા કોન્ટ્રાકટરોને અનેકવાર રજુઆત કરે છે છતા કોઇ કાળજી લેવાતી નથી રોડનું કામ પહેલી વાર મંજુર કરવામાં આવેલ છે.તે નિયમાનુસાર થાય અને કામની ગુણવતા જળવાઇ રહે તથા કામની તપાસ બાદ યોગ્ય કરવા પ્રાદેશિક કમિશ્ર્નર તથા કલેકટર સહિત ચીફઓફીસરને પણ રજુઆત