સાવરકુંડલાના શેલણામાં બે મીની ટ્રેકટર તણાયાં : 25 લોકોનો બચાવ.

 

સાવરકુંડલા,
સાવરકુંડલાનાં શેલણામાં નહેરૂ બે કાંઠે આવતા બે મીની ટ્રેક્ટર તણાઇ ગયા હતાં. અને 25 લોકોનો આબાદ બચાવ થયો છે. સાવરકુંડલાના શેલણા ગામે આજે બંધ પાળાનાં નહેરામાં અચાનક જોરદાર પુર આવતા નારણભાઇ લખમણભાઇ સોરઠીયા અને નુંઘાભાઇ મેઘાભાઇ બોળીયાના 12 અને 13 લોકો ભરેલા મીની ટ્રેકટર અચાનક તણાયા હતા પણ પુર આવ્યા પહેલા જ લોકો તેમાંથી ઉતરી અને નહેરાની બાર નીકળી જતા તેનો બચાવ થયો હતો આ બનાવની જાણ થતાં શેલણાના ક્ષત્રીય આગેવાન શ્રી કાળુભાઇ લુણસર સ્થળ ઉપર દોડી ગયા હતા અને ટ્રેકટરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.