પાલીકાની ફાયર બ્રિગેડ ટીમે મૃતદેહનો બહાર કાઢયો
સાવરકુંડલા,
સાવરકુંડલાના રામદેવપીર મંદિર ની પાછળ આવેલ સુખનેરા ડેમમાં આજે વહેલી સવારે મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસ અને નગરપાલિકાને જાણ કરીએ જેના પગલે સાવરકુંડલા નગરપાલિકાની ટીમ સાવરકુંડલા ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ ડેમમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને તેમના પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે આ મૃતદેહ કોનો છે શા માટે આવું પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરતા આ મૃતદેહ થોડા કલાકો બાદ જ ઓળખાઈ ગયો હતો સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં રહેતા કાંગસિયા નો મૃતદે હોવાનું પ્રાથમિક અનુમાન મળ્યું છે તેમજ મૃતકના પિતા અને તેમના ભાઈએ આ મૃતદેહને ઓળખી કાઢ્યો હતો અને સંજયભાઈ પરમાર ઉંમર વર્ષ 30 હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે પોલીસ આ મૃત્યુના કારણ ની તપાસ કરી રહી છે પોલીસને પ્રાથમિક મળતી માહિતી મુજબ તેમના પરિવારના કહેવા મુજબ ત્રણ દિવસથી તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા અને તેમની શોધખોળ ચાલુ હતી ત્યારે અચાનક જ આ સમાચાર મળતા ત્રણ સંતાનોના પિતાના મોતના ઘટનાથી પરિવારમાં આક્રંદ અને શોખનું મોજુ ફેલાઈ ગયું છે પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી પોલીસ પાસે જાણવા નથી મળ્યું.