સાવરકુંડલાના હાડીડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત

  • સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ

    અમરેલી,

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે રહેતા રવજીભાઇ સોમાભાઇ સોંદરવા ઉ.વ. 35 માનસીક બીમાર હોય પોતે પોતાની મેળે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું નાના ભાઇ નરેશભાઇ સોંદરવાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.