સાવરકુંડલા , સાવરકુંડલા શહેરમાં રખડતા રેઢિયાર પશુઓ અને આખલાના અસહ્ય ત્રાસ થી વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોય ત્યારે સાવરકુંડલાની નદી બજારમાં ભરાતી શાક માર્કેટમાં બે આખલા વચ્ચે ભયંકર યુદ્ધ થતા શાકમાર્કેટની મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી .આખલાઓએ અડધી કલાક સુધી આખી શાકમાર્કેટને બાંન માં લીધી હોય તે રીતે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું શાકભાજી સાચવવા માટે રાખવામાં આવેલી કેબીનો ને પણ આખલાઓએ નિશાને લેતા બે થી ત્રણ કેબીનો ને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી જ્યારે આખલાના આંતકથી લોકોને બચાવવા સેવાભાવીઓ દ્વારા આખલા યુદ્ધ કરતા આખલાઓને પર પાણીનો છટકાવ કર્યો હતો છતાં પણ આખલાઓ એકબીજાને ભરી પીવા મેદાનમાં ઊતર્યા હોય તેમ યુદ્ધના જંગે ચડ્યા હતા જ્યારે સેવાભાવીઓ દ્વારા આખલાઓને છૂટા પાડવા માટે લાકડી અને વાંસનો પણ સહારો લઈને આખલાઓને અલગ કરવાની મથામણ પણ નીરર્થક સાબિત થઈ હતી શાક માર્કેટના ખૂણા પર જામેલા આખલા યુદ્ધ જો શાક બકાલા માર્કેટની અંદર શાકભાજી લેવા આવતા લોકો વચ્ચે થઈ હોત તો જાનહાની થવાની સંભાવનાઓ પ્રબળ પણે સર્જાઈ હોત ત્યારે અવારનવાર આખલાઓનો આંતક શાક માર્કેટ વિસ્તારમાં વધુ પડતો થતો હોય