સાવરકુંડલા,
સાવરકુંડલા માં રોગીકલ્યાણ સમિતિ ની મળેલ બેઠક માં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી અને રોગી કલ્યાણ સમિતિ ના સદસ્ય રાજુભાઇ શીંગાળા એ કે.કે.હોસ્પિટલ માં ડો.સ્ટાફ ની નિમણૂક કરવા બાબતે રજુઆત કરી જે રજુઆત ને લોક લાડીલા ધારા સભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરતાની સાથે જ થોડા જ દિવસો માં ગાયનેક ડો.કિરણબેન આહીર, (સ્ત્રી રોગ નિષ્ણાંત)અને એનેસ્થેસ્ટિક ડો.સંધ્યા પટેલજતીન રાજ્યગુરુ(બાળ રોગ નિષ્ણાંત) જેવા સ્પેશ્યલિસ્ટ ડો ની સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં નિમણુંક કરવામાં આવી,અને હાલમાં ઉપલબ્ધ સ્પેશ્યાલીસ્ટ ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રીશયન ડરમેટોલોજીસ્ટ સાઇકિયાટ્રીક રેડિયોલોજીસ્ટ પેથોલોજીસ્ટ એમ.ડી.એસ. – (દંત સર્જન વર્ગ – 1 એનેસ્થેસ્ટિક ની સેવાઓ અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા માં ઉપલબ્ધ છે તેમજ સાવરકુંડલા ની 84 ગામની જનતા ને આ સરકારી હોસ્પિટલ માં તમામ ડો.નો લાભ મળે એ માટે તાત્કાલિક ધોરણે ડો ની નિમણુંક કરાવતા રોગીકલ્યાણ સમિતિ ના સદસ્ય અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળા તેમજ સમગ્ર સ્ટાફે ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાળા નો આભાર વ્યક્ત કર્યો.