સાવરકુંડલાને આંગણે દાનાર્થીની એક નવી પહેલ એટલે મીલનો શોરૂમ

સાવરકુંડલા,સપનાં સેવવાં સોનેરી આ શમણાં ની છે ભરમાર;લઈને તાંદુલ નીકળ્યા આજે સુદામા જવાં દ્વારકા ધામ; આવી ઊભા છે આજે રાજમહેલ ને દ્વાર, આ જાણીને દોડ્યા શ્રી કૃષ્ણ ભરી ઉરમાં હામ.આમ જોઈએ તો નામ જ એવું છે મીલનો શોરૂમ. પ્રથમ દ્રષ્ટિએ જ આકર્ષણ થાય તેવી વાત. હા, સામાન્ય રીતે આપણાં દેશમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનું પણ એક જબરદસ્ત આંતરરાષ્ટ્રીય બઝાર છે. દરેક પ્રકારના આધુનિક વસ્ત્રોનાં કાપડનું ઉત્પાદન આપણા દેશની સર્વશ્રેષ્ઠ મિલોમાં થાય છે. અને તેને અવનવી રંગ અને ભાતની ડીઝીટલ ડીઝાઈનો નો ક્રેઝ આજકાલ લોકોમાં સવિશેષ જોવા મળે છે.
અહીં સાવરકુંડલા એટલે આવા શોરૂમ માટે ઘણું નાનું પડે છે. આમ છતાં એક નાવિન્ય સભર પ્રયોગ રૂપે અહીં મીલનો શોરૂમ એ બેનર હેઠળ અહીં મહુવા રોડ સ્થિત નારણ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ માળે આ શોરૂમ નું ઉદ્ઘાટન આજ રોજ તારીખ 20-2-2020 ના રોજ શહેરના અગ્રણીઓ ની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.
આ મીલનાં શોરૂમમાં ભારતની ખ્યાતનામ બ્ર્રાન્ડોની કંપનીઓ નાં વિવિધ બ્રાન્ડઝનાં એક્સક્લુઝીવ કુર્તી, સલવાર, સુટ તથા સાડીઓની વિશાળ રેંજ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અને “આ શોરૂમ વ્યાવસાયિક નહીં પરંતુ ગૌસેવા નાં સેવાર્થે શરૂ કરવામાં આવેલ છે એટલે આ વ્યવસાયની નફાની તમામ રકમ સાવરકુંડલા ગૌશાળા નાં લાભાર્થે વાપરવાનું ઠેરવવામાં આવેલ છે”
અને આ નફાની રકમ સેવાર્થે વાપરવાની અહીં શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સાવરકુંડલા નાં પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા નેમ ધરાવે છે. અને ભવિષ્યમાં પણ શહેરના અન્ય સેવા લક્ષી કાર્યો કરવા પ્રતિબદ્ધ છે.આ તસવીરમાં એ સ્પષ્ટ તરી આવે છે.