સાવરકુંડલામાંથી જામગરી બંદુક સાથે ઝડપાયો

અમરેલી, એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ. શ્રી એસ.આર .શર્મા તથા એસ.ઓ.જી.ટીમ, એ.ટી.એસ. ચાર્ટર લગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા ટાઉનમાં મારૂતિનગરમાં રહેતો દાઉદભાઇ કાળુભાઇ મોરી, પાસે ગેરકાયદેસર (અગ્નિશસ્ત્ર હથિયાર) છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુકસાથે એક શખ્સ દાઉદભાઇ કાળુભાઇ મોરી, ઉવ.-22, ધંધો-મજુરી, રહે.મારૂતિ નગર, તા.સાવરકુંડલા જી.અમરેલીને ઝડપી પાડેલ છે. પકડાયેલ શખ્સનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક કિ.રૂા.500/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.