સાવરકુંડલામાંથી દોઢ લાખનાં દારૂ સાથે એક ઝડપાયો

અમરેલી,
અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ શ્રી પી.એન.મોરી માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી ટીમે સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા હસન યુનુસભાઇ કાજીને પકડી પાડેલ છે અને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-68, કિં.રૂા.21,800/- તથા ટાટા ઇન્ડીગો કાર રજી. નં. જી.જે.02.એ.પી.8280 કિં.રૂા.1,00,000/- તથા મોબાઇલ ફોન-1, કિં.રૂા.5,000/- મળી કુલ કિં.રૂા.1,26,800/- નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલ શખ્સની પુછપરછ દરમ્યાન આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેણે વિજય મનુભાઇ વસીયા રહે.મહુવા વાળા પાસેથી મેળવેલ હોવાનું અને નજમુદીન અબુભાઇ જાદવ રહે.સાવરકુંડલા, લીંબડી ચોક વાળાએ મંગાવેલ હોવાનું જણાવતાં, આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ મુદ્દામાલ તથા આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે અને પકડવાના બાકી આરોપી તથા પકડાયેલ આરોપીને હસ્તગત કરવા તજવીજ હાથ ધરેલ છે.