સાવરકુંડલામાં કાલથી ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલનોે પ્રારંભ

  • અમરેલીમાં શાંતાબા ગજેરા અને રાધીકા હોસ્પિટલ પછી
  • સાવરકુંડલામાં પાઇપ્ડ ઓક્સિજન સાથે 60 બેડની સંપુર્ણ સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલનું કામ પુર્ણ થઇ ગયું
  • ગુરૂવારથી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવશે : કલેકટરશ્રી આયુષકુમાર ઓક

અમરેલી,
અમરેલીમાં કોરોનાનાં દર્દી માટે ઓક્સિજનની પાઇપલાઇન સાથે શાંતાબા ગજેરા અને રાધીકા હોસ્પિટલમાં અપાઇ રહેલી કોરોનાનાં દર્દીઓની સારવાર પછી સાવરકુંડલામાં કાલથી ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલનોે પ્રારંભ થઇ રહયો હોવાનું કલેકટરશ્રી આયુષ ઓકએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.
કોરોના સામે લાંબા ગાળાની લડતને ધ્યાનમાં રાખી દર્દીઓને જરૂર પ્રમાણેની સારવાર મળી રહે તે માટે જિલ્લાભરમાં આયોજન કરાયુ છે જિલ્લામાં માત્ર અમરેલી શહેરમાં જ પાઇપ્ડ ઓક્સિજન સાથેની બે હોસ્પિટલ હતી હવે સાવરકુંડલામાં આવી કોરોનાનાં 60 બેડની સંપુર્ણ સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલનું કામ પુર્ણ થઇ ગયું છે અને ગુરૂવારથી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવશે જેનાથી સાવરકુંડલા અને રાજુલા વિસ્તારના દર્દીઓને નજીક જ સારવાર મળી રહેશે.