સાવરકુંડલામાં ખળખળ વહેતી નાવલીના પાણી ગંદકીમાં ફેરવાયા

સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરની વચ્ચેથી વહેતી નદી માત્ર કાગળ ઉપર રહી ગઈ છે નાવલીના ઈતિહાસ તરફ માત્ર એક નજર કરીએ તો એ ઈતિહાસીક વરદાનથી પ્રાપ્ત થયેલી નદી છે અને બારે માસ આ નદી ખળખળ વહેતી હતી સાવરકુંડલા જ્યારે કુંડલપુર નામે ઓળખાતું ત્યારથી ખળખળ વહેતી નદી અને નદીના બંને કાંઠે સાવર અને કુંડલા એમ બે વિભાગ મા ગામ વહેંચાયેલું હતું સાવરકુંડલામા આજે લગભગ નામશેષ નાવલી નદી થઈ જતા નાવલીના ચોખા પાણી ધીમે ધીમે ગંદકીમાં ફેરવાઈ ગયા છે . નાવલી નદીમાં બેસતા શાકભાજીના પાલા વાળા પાસેથી શાકભાજી લેવા આવે છે એક બાજુ ગટરનું ગંદુ પાણી ભર્યું પાણી અને તેની વચ્ચે બેસીને ઉબડખાબડ જગ્યામાં શહેરની જનતા સવારના પોરમાં શાક લેવા આવે છે નાવલી ની સફાઈ સાવરકુંડલાના નગરપાલિકાના અનેક સત્તાધીશો દ્વારા વિવિધ સમયે અને ઓછા વધતા પૈસા ખર્ચી કરવામાં આવી હતી એક સમયમાં ખળખળ વહેતી શુદ્ધ પાણીવાળી નાવલી આજે ગંધાતી ગટર ના પાણી છલકાતી બની ગઈ છે ત્યારે શું હવે એવું નથી લાગતું સાવરકુંડલા સાથે એક સિક્કાની બે બાજુ ની જેમ સાવરકુંડલા અને નાવલી જોડાયેલું નામ અસ્તિત્વ એ અસ્મિતા જળવાઈ રહે છે કે પછી વિલીન થઇ જશે વિચારવાનું છે સાવરકુંડલાના નગરજનોને સત્તાધિશોને અને અધિકારીઓને.