સાવરકુંડલામાં ખુલ્લા પ્લોટમાં મેડીકલ વેસ્ટ અને ઇંજેક્શન દવાઓના પેકેટોનો ઢગલો કરાયો

  • મહુવા રોડ નજીકની ઘટના : મેડીકલ વેસ્ટ ગાયો ખાઇ રહી છે : જીવદયા પ્રેમીઓમાં રોષ

સાવરકુંડલા,
હાલમાં ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સાવરકુંડલાના મહુવા રોડ નજીકમાં ખુલ્લા પ્લોટમાં મેડિકલ વેસ્ટ ઇંજેક્શન તેમજ દવાઓના પેકેટ ના ઢગલા કરવામાં આવ્યા છે આ ઢગલાઓ માં જોખમકારક ઇન્જેક્શન સિરીઝ કે અન્ય દવાઓ હોય અને તેમને ગાયો ખાઈ રહી છે એવા દૃશ્યો સામે દેખાઈ રહ્યા છે ત્યારે આસપાસના લોકો અને આસપાસની દુકાનવાળા દુકાનદારોમાં ડર અંને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનાની મહામારી માં લોકો આ મેડિકલ વેસ્ટ અવારનવાર અહીંયા ફેંકવામાં આવે છે ઝબલામા બંધ કરી ફેંકવામાં આવે છે ત્યારે પાલિકા તંત્ર કે આરોગ્ય વિભાગ તેમનો નિકાલ કરતા નથી અને આ ખુલ્લા પ્લોટ ની આસપાસ ચારથી પાંચ જેટલી હોસ્પિટલો આવેલી છે ત્યારે કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગની અને હોસ્પિટલોની ગંભીર બેદરકારી સામે આવી છે જે કોઈ આ મેડિકલ વેસ્ટ ફેંક્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં અહીં મેડિકલ વેસ્ટ ફેંકવામાં ન આવે તેની તકેદારી રાખવા સૂચના આપવા પ્રબુદ્ધ નાગરિકોની માંગણી તો છે જ પરંતુ આ મેડિકલ વેસ્ટ ગાયો ખાઈ રહી છે ત્યારે ગોપાલક લોકોમાં પણ ચિંતા નો વિષય જોવા મળી રહ્યો છે અને આ મેડિકલ વેસ્ટ ખાવાથી પશુઓમાં પણ કોઈ મહામારી ન ફેલાય તેની પણ ગંભીર નોંધ લેવી જોઈએ અને આસપાસ નજીકમાં જ પશુ દવાખાનું પણ આવેલું છે ત્યારે જે ગાય એ આ મેડિકલ વેસ્ટ ખાધો છે તેમની પણ આરોગ્યની તપાસ કરવી તેવું ગોપાલક માગણી ઉઠવા પામી છે