સાવરકુંડલામાં ગાળેલાં ખાડા સાવ ખુલ્લા હોવાથી મુશ્કેલી

  • ખુલ્લા ખાડાને કારણે લોકોના જીવ અધ્ધર : સ્થાનિક રહીશો દ્વારા તંત્રને મૌખિક રજૂઆત

સાવરકુંડલા,
સાવરકુંડલાનાં બાર શેરી વિસ્તારોના રહીશોની હાલત હાલ કફોડી છે. તંત્ર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી અહીં ગાળેલાં ખાડાથી આ વિસ્તારનાં સ્થાનિક રહીશો ભારે પરેશાન છે. આ ખાડામાં કૂતરા, ગાય જેવા મુંગા પશુઓ પણ ફસાઈ જાય તેવી સંભાવના છે. પ્રસ્તુત તસવીરમાં આ ખાડામાં એક ફોરવ્હીલ કાર પણ ફસાયેલી જોવા મળે છે. આ ખાડાના કારણે અહીં પાણી ભરાતાં આ વિસ્તારમાં ગંદકી અને કીચડ ફેલાવાની શક્યતા પણ રહેલી છે. આ વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા તંત્રને મૌખિક ફરિયાદ પણ કરેલી છે અને આ સમસ્યાનો નિકાલ યુધ્ધના ધોરણે નહીં હલ કરવામાં આવે તો આગામી દિવસોમાં આવતી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવું જાણવા મળે છે.તંત્ર તાકીદે આ સમસ્યાનો હલ કરે તેવું આ વિસ્તારનાં નાગરિકોની માંગ છે.