સાવરકુંડલામાં ઘરને આગ લગાવવાના કેસમાં દસ વર્ષની સખત કેદ

અમરેલી,
2018ની સાલમાં સાવરકુંડલાની ગાયત્રી સોસાયટીમાં ઉછીના આપેલા રૂપિયા વસુલવા માટે વિધવા મહીલાના ઘેર જઇ અને પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી દેવા બદલ સાવરકુંડલાની એડીશનલ સેસન્સ કોર્ટે સાવરકુંડલાના શખ્સને કાયદાને હાથમાં લેવા બદલ દસ વર્ષની કેદ અને નવ હજારનો દંડ ફટકારી સીમાચીહનરૂપ ચુકાદો આપ્યો છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાની ગાયત્રી સોસાયટીમાં રહેતા વિધવા ગીતાબેન શીવાભાઇ ત્રિવેદીના દિકરા ચીરાગે સાવરકુંડલાની પંચવટી સોસાયટીમાં રહેતા આરોપી ઉદય હરસુરભાઇ ખુમાણ પાસેથી ઉછીના પેૈસા લીધ્ોલ હતા અને ચીરાગ ઘેર ન હતો ત્યારે તા.6/3/18 ના ઉઘરાણી કરી ધાકધમકી આપી ઉદયે શીશામાં લાવેલ પેટ્રોલ ઘરના સોફા ઉપર છાંટી સળગાવતા સરસમાનને નુકસાન થતા સાવરકુંડલા પોલીસ માં ફરિયાદ થયેલ હતી.પોલીસે આ બનાવમાં અપપ્રવેશ તથા લોકોના જીવ જોખમમાં મુકાય તેવુ ઘર સળગાવવાનું કૃત્ય કરવા બદલ પોલીસે ચોકસાઇ પુર્વક આ ગંભીર બનાવમાં તપાસ કરી પુરાવાઓ એકત્ર કરી એફએસએલની મદદ પણ લીધી હતી અને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો ઉપરોકત કેસ સાવરકુુંડલાની એડીશનલ સેસન્શ કોર્ટમાં જજ શ્રી ભુમિકાબહેન ચંદારાણા સમક્ષ ચાલ્યો હતો. સરકાર તરફે સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ આરોપીને દાખલારૂપ સજા કરવા ધારદાર રજુઆત કરી હતી કોર્ટે આઇપીસી 436માં દસ વર્ષની તથા આઇપીસી 452માં પાંચ વર્ષની કેદ અને આઇપીસી 385માં બે વર્ષનીે સજા અને નવ હજારનો દંડ ફરિયાદીને વળતર પેટે આપવા હુકમ કર્યો છે.