સાવરકુંડલામાં જાલી નોટ પ્રકરણમાં પાંચ આરોપીઓને 10 વર્ષની કેદ ફટકારતી કોર્ટ

અમરેલી,
સાવરકુંડલામાં 2017 ની સાલમાં જાલી નોટ સાથે પકડાયેલા પાંચ શખ્સોને સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ કોર્ટના જજ શ્રી ટી.કે.રાણાએ 10 વર્ષની સજા ફટકારી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે તા.20-5-2017 નાં સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર એસઆર પેટ્રોલ પંપ પાસે અજમેરી નોનવેજની લોજ ઉપર સલીમ ઇબ્રાહીમ પોપટીયા અને આસીફ અબ્દુલ ચાવડાની પાસેથી તત્કાલીન એસઓજી પીઆઇ શ્રી વી.જી. ભરવાડ અને તેની ટીમે જાલી નોટ પકડી પાડી હતી. રૂા.50 ના દરની 48 અને 36 નોટ આ બંને પાસેથી મળતા પોલીસે વધ્ાુ તપાસ કરતા આ બંનેએ તેને નોટ જયસુખ વ્રજલાલ કવાએ આપેલ હોવાનું ખુલતા પોલીસે જયસુખની પાસેથી પણ 100 ની અને 20 રૂપીયાની બનાવટી નોટો પકડી પાડી હતી તથા આસીફ ચાવડાનો ભાઇ ઇરફાનપણ બનાવટી નોટ બજારમાં ફેરવતો હોવાની જાણ થયેલ અને એ ઉપરાંત ઇસ્માઇલ હસુ ઝાખરાને પણ જયસુખે 33 હજારની બનાવટી નોટો આપી હોવાનુ જાણ થતા પોલીસે ઇસ્માઇલની પણ ધરપકડ કરેલ આમ બનાવ ટી નોટ સાથે કુલ પાંચ શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગૃપે પકડી પાડયા હતા.જયસુખ કવા મામાદેવનો ભુવો હોય તે દર ગુરૂવારે શ્રધ્ધાળુઓ જોશ જોવડાવવા આવતા હોય ત્યારે બનાવટી નોટો મામદેવની પ્રસાદી તરીકે આપતો હતો તેવુ ખુલેલ અને બાકીના આરોપીઓ જયસુખ પાસેથી નોટો મેળવી બજારમાં એકના ડબલ કરતા હતા જયસુખ મુખ્ય આરોપી હતો તે બનાવટી નોટ છાપતો હતો તેણે ભાવનગરની કલર પ્રીન્ટર અને સાધનો કાગળોની ખરીદી કરેલ અને પોલીસની કાર્યવાહીની જાણ થતા બનાવટી નોટો સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો આ કેસ સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ શ્રી ટી.કે. રાણા સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ દેશદ્રોહનાં આ અપરાધમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે સબળ પુરાવાઓ અને ધારદાર દલીલો કરી હતી જેને કોર્ટે માન્ય રાખી પાંચેય આરોપીઓને આઇપીસી 489/બી માં 10 વર્ષ, 489/સી માં 7 વર્ષ અને પાંચ વર્ષનો દંડ ફટકાર્યો .