સાવરકુંડલામાં જાહેરમાં થૂંકતા કે માસ્ક ન પહેરતા 294 લોકો દંડાયા

અમરેલી, આજે દુનિયાના મોટા ભાગના દેશો કોરોના સંક્રમણથી પીડાઈ રહ્યા છે. તેવા સમયે ભારતમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા કેન્દ્ર ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ માર્ગદર્શક સુચનોના અનુસંધાને સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ આ સુચનાઓનો અસરકારક અમલ થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર સાથે રહી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જુદી-જુદી ટીમ બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજ્ય સરકારના સૂચનોનું પાલન ન કરવા બદલ કરવા બદલ 60 વ્યક્તિઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. 6000, જાહેરમાં થૂંકનારા 199 વ્યક્તિઓ પાસેથી રૂ. 19,900 તેમજ ફરજીયાત માસ્કના હુકમનો ભંગ કરનારા 35 વ્યક્તિઓ પાસેથી રૂ. 17,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.