સાવરકુંડલા, સાવરકુંડલા જૈન દેરાસરમાં બિરાજમાન શ્રી ધર્મનાથદાદાના જિનાલયની તથા જૈન વિદ્યાર્થી ગૃહમાં બિરાજમાન શ્રી શાંતિનાથદાદાના જિનાલયની સાલગિરાહના અણમોલ પ્રસંગના ભાગરૂપે વહી સેવાની સરવાણી વહેતી થઇ છે સેવા કાજે ધર્મ મહાન થાય અંકુરિત પુણ્યનો પ્રકાશ, સાવરકુંલાના આંગણે સુવર્ણ મહોત્સવ, થાય પુલકિત હૈયું સદાય, કરબધ્ધ કરી એનાં ગુણલાં ગવાય રહયા છે. આમ તો ધર્મ એટલે જીવનને જીવન સાફલ્યનાં દ્વારે લઈ જતું એક મહાન ઔષધ જ છે.એની પુષ્ટિ પણ પ્રેમરસ અને અમીરસથી જ થાય છે. આમ તો દરેક ધર્મનો મુખ્ય સાર તો માનવીય સંવેદના નું સંવર્ધન કરતાં કરતાં મોક્ષ તરફનું મહાપ્રયાણ જ કહી શકાય. હવે જ્યારે સાવરકુંડલા શહેરમાં જૈન દેરાસરમાં બિરાજમાન શ્રી ધર્મનાથદાદાના જિનાલય અને જૈન વિદ્યાર્થી ગૃહમાં બિરાજમાન શ્રી શાંતિનાથદાદાના જિનાલયની સાલગિરહના અતુલ્ય અને અણમોલ પાવન પ્રસંગે આજે જેઠ સુદ 6 ને ગુરુવાર તારીખ 28-5-2020 ના રોજ માતુશ્રી વિમળાબેન હિંમતલાલ દોશી વિમલયાત્રા પરિવાર – પાર્લા (મુંબઈ), માતુશ્રી ઈચ્છાબેન કાંતિલાલ દોશી પ્રકાશ પ્રિન્ટર્સ. સાવરકુંડલા, માતુશ્રી તારાબેન કુંવરજીભાઈ દોશી તરફથી આ પાવન પ્રસંગ નિમિત્તે સેવાની સરવાણી રૂપે અત્રેની શિવાજી નગર ગૌશાળામાં ગૌમાતાને લાપસીનું જમણ ખૂબ પ્રેમ ભાવે કરાવેલ તેમજ સાવરકુંડલાની નિરાધાર સંસ્થા સંસ્થાઓમાં જૈન ભોજન પીરસવામાં આવ્યું, કબીર આશ્રમ ખાતે ચાલી રહેલી ટીફીન સેવામાં 220 થી વધુ લાભાર્થીઓને રસ પુરી અને ફરસાણનું જમણ પીરસવામાં આવ્યું, વીરબાઈમા ટીફીન સેવામાં પણ રસ પુરી ફરસાણનું 200 લાભાર્થીઓને જમણ પીરસાયું અત્રે વર્ષોથી ચાલી રહેલા રામ-રોટી અન્ન ક્ષેત્ર ખાતે અને માનવ મંદિર ખાતે 70 લાભાર્થીઓને રસ પુરી ફરસાણનું જમણ પીરસવામાં આવ્યું હતુ . આ ઉપરાંત અત્રેની સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું અને શ્ર્વાનોને લાડવાનું ભોજન પણ ખૂબ પ્રેમભાવથી કરાવવામાં આવ્યું હતુ.આમ માનવ ધર્મ નો સંપૂર્ણ સાક્ષાત્કાર અને પ્રાણીમાત્ર પ્રત્યે દયા ભાવનુ એક અનોખું દ્ર્ષટાંત પૂરૂં પાડ્યું હતું.આમ ધર્મ સાથે કર્મનો એક અનોખો અભિગમ આ પ્રસંગે જોવા મળેલ.માનવ થી માનવ સંવેદનાની અનોખી શ્રુંખલા એજ સાચો માર્ગ છે એ સંસ્કારોનું સંવર્ધન નજરે નિહાળી જીવનની ધન્યતા અનુભવી હતી.