સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરના નેસડી રોડ, અમરેલી રોડ તેમજ ભુવા રોડ ખાતે આવેલ લોખંડ અને ખેતીના સાધનો બનાવતા મોટા મોટા કારખાના ઓમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ તેમજ જીએસટી વિભાગ અમદાવાદના અધિકારીઓ દ્વારા 40 કરતા વધુ ગાડીઓ સાથે રેડ કરવામાં આવતા સાવરકુંડલા શહેરમાં લોખંડ, ઈલેકટ્રોનિક સ્કેલ અને કાંટા ઉધોગ તેમન ખેતીના સાધનો બનાવતા કારખાનેદારો માં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.સાવરકુંડલા શહેરના નેસડી રોડ, અમરેલી રોડ તેમજ ભુવા રોડ ખાતે આવેલ મોટા મોટા કારખાના ઓમાં આઈ.ટી. અને જી.એસ.ટી.વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી બપોરના સમયે રાજકોટ અને અમદાવાદ ની ટીમો દ્વારા રેડ કરવામાં આવતા કારખાનામાં કામ કરતા કારીગરો ના ફોન લઈ લેવા આવ્યા હતા તેમજ કારીગરો, મજૂરો અને માલિકોને મોડી રાત સુધી બહાર આવવા જવા દેવામાં આવ્યા ન હતા ઉપરાંત તે લોકોનું જમવાનું ટિફિન પણ આઈ.ટી.અને જી.એસ.ટી. વિભાગ દ્વારા રેડ સ્થળો પર મંગાવી દેવામાં આવ્યા હતા સાવરકુંડલામાં લોખંડની ચીજ વસ્તુઓમાં નામના ધરાવતી પેઢીઓ અને કારખાનામાં રેડો કરવામાં આવતા કરોડો રૂપિયાના બે હિસાબો મળી આવે તેવું જાણકારો નું માનવું છે