સાવરકુંડલામાં નાવલી છલોછલ : સુરજવડી ડેમ ઓવરફ્લો

  • ઉપરવાસનાં ગામોમાં સતત વરસાદને કારણે
  • ડેમ સાઇટનાં ગામોમાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ સતત યથાવત : દેતડ, દોલતી, ઘાંડલા સહિતનાં ગામોને એલર્ટ કરાયા
    અમરેલી,
    સાવરકુંડલામાં નાવલી નદી છલોછલ બન્યાની સાથે વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતાં ભારે નુક્શાન થયું છે. સાવરકુંડલાના નાવલી નદી નું પુર ઉતરતા વેપારીઓ પોતાના માલસામાનની નુકસાની ની ચકાસણી કરવા લાગ્યા જેમાં ગોપીનાથ ફૂટવેર માં સાડા ચારથી પાંચ લાખની નુકશાની જોવા મળી હતી તેમજ ક્રિષ્ના ઈલેક્ટ્રીક માં ત્રણ સવા ત્રણ લાખની નુકશાની જોવા મળી હતી. બીજી તરફ સાવરકુંડલા તાલુકાના સુરજવડી ગામ ખાતે આવેલ સુરજવડી ડેમ ઓવર ફલો થયો છે. અને ડેમ ઉપર થી મોટા પ્રમાણ માં પાણી નો પ્રવાહ વહેતો હોવાથી આસપાસ ના દેતડ, દોલતી, ઘાડલા, વગેરે ગામો ને એલર્ટ કરવામાં આવ્યા હતાં. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારો લોકો ને ન જવા સૂચના આપવામાં આવી હતી અને સાવરકુંડલા તાલુકા ના તલાટી મંત્રી ઓએ પોતાનું (ગામ) હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ થી સૂરજવડી ડેમ ઓવરફ્લો થયા બાદ પણ પાણી ની આવક સતત ચાલુ રહી હતી.