સાવરકુંડલામાં પાલિકા દ્વારા રોડના કામમાં ઠાગા ઠૈયા

સાવરકુંડલા,સાવરકુંડલામાં હાથસણી રોડ પર ખોડિયાર નગર સોસાયટી વિસ્તારમાં વોર્ડ નં 5માં ઘણા સમય પહેલા આર.સી.સી. રોડનું કામ શરૂ કરવામાં આવેલ જેમાં રોડનું ખોદકામ કરવામાં આવેલ જેમાં હાલ ચોમાસાને લીધે પાણી ભરાય છે અને રહીશોને ચાલવામાં તકલીફ પડે છે તેમજ ખોદકામ દરમિયાન વિસ્તારની પાણીની લાઈનો કપાય જતા પાણીની પણ તકલીફો પડે છે. આ બાબતે વોર્ડના કાઉન્સિલરને પણ અવારનવાર રજુઆત કરવામાં આવેલ તેમજ ચીફ ઓફિસરને પણ લેખિત રજુઆત કરવામાં આવેલ છતાં આજદિન સુધી નિવારણ આવેલ નથી. 50-60 દિવસ પહેલા રસ્તાનું કામ શરૂ કરવામાં આવેલ હોઈ આજદિન સુધી રસ્તાનું કામ પૂરું થયેલ નથી તો તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે અને સમસ્યાનું તાકીદે નિવારણ કરવામાં આવે .