સાવરકુંડલામાં પ્રૌઢનું અકસ્માતે નદીમાં પડી જતા મોત નિપજ્યું

અમરેલી,
સાવરકુંડલા કેકે હાઇસ્કુલની પાછળ નાવલી નદીમાં પાણીમાં ડુબી ગયેલ હાલતમાં એક આધેડની લાશ મળી હતી. જેની ટાઉન પીઆઇ શ્રી ગોસ્વામીએ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં મૃતક જયનારાયણભાઇ જોષી ઉ.વ.52નું ચાલીને આવતા હતા ત્યારે પગ સ્લીપ થતા નદીમાં પડી જવાથી પાણીમાં ડુબી જતા મોત નિપજ્યાનું સાવરકુંડલા પોલીસ મથકમાં પરિવારજનોએ જાહેર કર્યુ હતું.
મરનાર નશો કરવાની ટેવવાળો હોવાનું અને તેના કારણે પાણીમાં પડી જવાથી મોત થયાનું લોકોમાં ચર્ચાય છે પરંતુ ખરી હકીકત શું છે તે દીશમાં પોલીસ તપાસ ચલાવી રહી છે.