સાવરકુંડલા,
સાવરકુંડલામાં આજે સાંજના સમયે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા ભારે નુકશાન થયુ હતુ આગ લાગતા પાલિકાની ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લેવા કામગીરી શરૂ કરી હતી. સાંજના સમયે ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે અંગે કોઇ વિગતો મળી નથી પણ આગને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગનું કારણ અકબંધ રહયુ છે. આગની જાણ થતા લોકો પણ દોડી ગયા હતા.જાણવા મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર આ ગોડાઉન દિપભાઇ ખુમાણનું અને 300 થી 400 વારમાં પથરાયેલુ હોવાનું મહુવા સ્વામિનારાયણ મદીરની સામે આવેલુ છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનાં અડધો કીલોમીટર સુધીનાં વિસ્તારમાં 8 થી 10 મકાનોનાં કાચ તુટી ગયાં હતાં. તુર્કી સીરીયાનાં ભુકંપ અને ગઇ કાલે સવારે ખાંભા મિતીયાળાનાં ભુકંપને કારણે આ ભુકંપ હોવાનું માની મહુવા રોડ ઉપરનાં આસપાસનાં લોકો બહાર નિકળી ગયાં હતા. ચાર અગ્નીશામક વાહનો કામે લાગ્યા છે અને જેસેબીની મદદથી ગોડાઉનને તોડી આગને કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલામાં ફટાકડાનાં ઘણા ગોડાઉનો આવેલા હશે આ કિસ્સા ઉપરથી સરકારી તંત્ર બોધપાઠ લઇ સાવચેતીનાં પગલા લે તો મોટી દુર્ઘટના બનતી અટકાવશે.