સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરમાં થોડો માસ પહેલા જ ડીમોલેશન વહીવટી તંત્રે હાથ ધરીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું પણ પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા થયેલા ડીમોલેશનમાં નામદાર હાઈકોર્ટના આધારે બેઠેલા પાલા ધારકો ડીમોલેશન સમયે હાથે પાછા વળી ગયેલા હતા ને સ્ટેટ હાઇવે રોડ પર કરેલા દબાણો દૂર કરીને ખાખી વર્દી પાસે પાંગળા બની ગયેલા દુકાનદાર પાલા ધારકો પીછે હટ્ટ કરીને સ્વેચ્છાએ પાછા વળી ગયેલા હતા પણ કહેવત છે ને કે નક્ટા ને નાક શરમ ના હોય તેમ ફરી સાવરકુંડલા ના નાગરિક બેંક સામે ના નામદાર હાઈકોર્ટના સ્ટે ધારક પાલા વાળા ફરી પાછા 10 10 ફૂટ સુધી આગળ આવી ગયા છે ને ફરી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરવા લાગ્યા છે ત્યારે ડીમોલેશન કરીને સૌ સારા વાના માનતા વહીવટી તંત્ર દ્વારા આવા નાગરિક બેંક ની સામેથી બેસતા પાલા ધારકો છેક પુલ સુધી 10 10 ફૂટ આગળ આવીને ટ્રાફિક સમસ્યા વધુ વકરે તેવા મલિન ઇરાદા ધરાવતા પાલા ધારકો સામે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ફરી દબાણો કર્યા તેવા પાલા ધારકો સામે લાલ આંખ કરશે કે પછી જય જય ગરવી ગુજરાત…