સાવરકુંડલામાં ફિલ્મી ઢબે પોણા ત્રણ લાખની લૂંટ

અમરેલી,
સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના કર્મચારીને આંતરી પોણા ત્રણ લાખની લુંટ ચલાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ નાન્હાલાલ જોષીએ સાવરકુંડલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ટ્રસ્ટની એડમીન ઓફીસમાં કલેરીકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા વિશાલ કાળુભાઇ રાઠોડને આઇસીઆઇસીઆઇ બેંકમાં ચેક કલીયર કરાવી ચેકની રકમ 2,69,880 લેવા માટે મોકલેલ અને તે બેંકમાંથી ચેક વટાવી આ રકમ થેલીમાં નાખી ચેઇન બંધ કરી 12.30 વાગ્યે વિંઝુવાવાસ સામે આવેલ રેલ્વેના ગરનાળા નીચે પહોંચતા ત્યાં 25 થી 30 વર્ષના બાઇક સવાર યુવાને આડુ મોટરસાયકલ નાખી વિશાલના બાઇકના હેન્ડલે ટીંગાટેલ થેલી આંચકી સફેદ ટી શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ આ શખ્સ જેસર રોડ બાજુ જતો રહેલ.આ બનાવ અંગે સાવરકુંડલા શહેર પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પણ ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલી લુંટની ઘટનાથી સાવરકુંડલામાં ફફડાટ ફેલાયો છે.