ગાંધીનગર,સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલ્વે ઓવરબ્રીજ તેમજ અન્ય 8 નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ
રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર “”ફાટકમુકત ગુજરાત અભિયાન’’ને વેગ આપતાં રાજ્યની વધુ 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. 443.4પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમાં અંજાર રૂ. પપ.પ6 કરોડ, વલ્લભ વિદ્યાનગર રૂ. 4ર.41 કરોડ, હળવદ રૂ. 46.પ0 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.પ7 કરોડ, ધ્રાંગધ્રા રૂ. રપ કરોડ, આંકલાવ રૂ. 33.ર7 કરોડ, મોરબી રૂ. 63.8પ કરોડ અને ધોરાજીમાં રૂ. 3પ.69 કરોડના કામોની મંજૂરી આપી છે. સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલ્વે ઓવરબ્રીજ તેમજ અન્ય 8 નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ