કુંડલામાં બોગસ પત્રકારો ઉપર ગુન્હો દાખલ : બે ઝડપાયાં

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન હેઠળ તપાનો ધમધમાટ શરૂ
  • સાવરકુંડલાનાં અનેક ડોક્ટરોને ખંખેરી નાખ્યા હતાં

    સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ડો. રાજેશભાઇ હરદાસભાઇ નાકરાણી આયુર્વેદીક ડોકટરને અરમાન સલીમ ધાનાણી રહે. સાવરકુંડલા, અશોક હાવળીયા રાવળદેવ રહે. વંડા, હનીફ રહે. કળજાળા, અનવર પઠાણ રહે. સાવરકુંડલા વાળાએ પત્રકાર હોવાનું જણાવી. બળજબરીથી ધમકાવી બોગસ ડોકટર હોવાનું કહીને ડો. રાજેશભાઇ પાસેથી રૂા. 50,000/- ની માંગણી કરી. ડો. દલપતભાઇ આહીર પાસેથી ન્યુઝમાં છાપવાનું જણાવી રૂા. 15,000/- તેમજ વૈદ્ય દિનેશભાઇ રાજયગુરૂ રહે. નેસડી વાળા પાસેથી રૂા. 3100/- બળજબરી કઢાવી એટ ધીસ ટાઇમની પહોંચ આપી ડો. ધર્મેન્દ્ર સેલડીયા રહે. નેસડી વાળા પાસેથી પત્રકાર હોવાની ઓળખ આપી બળજબરીથી રૂપિયા કઢાવવા કોશીષ કરી ધમકી આપ્યાની ડો. રાજેશભાઇ નાકરાણીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને પકડી પાડેલ છે.