સાવરકુંડલામાં બાયપાસ ચોકડી પાસે વાન બાઇક ચાલકને ગંભીર ઇજા

સાવરકુંડલા,

સાવરકુંડલાના ભુવા રોડ બાયપાસ ચોકડી નજીક ટુ વ્હીલ અને ફોરવીલ વચ્ચે જ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતા સાવરકુંડલા 108 દ્વારા પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી રિફર કર્યા હતા જાણવા મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલા ગ્રામીણ પંથકના પ્રકાશભાઈ ધીરુભાઈ જ્યાંણી (ઉ.વ.37) બોર નો પોટકું લઈને બાઇકમાં સાવરકુંડલા યાર્ડ તરફ આવતા હતા ત્યારે જીજે 05 2251 નંબરની ૈ10 એ બાઇક યલ14 2085 લેતા પેટ્રોલ પંપની સામે જ ગંભીર અકસ્માતની ઘટના ઘટતા સાવરકુંડલાની 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પ્રકાશ જયાણીને પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ ધીરુભાઈ જયાણીના પેન્ટના ખીચા માંથી 70 થી 80,000 ની રોકડની રકમ 108 વાળાને મળતા 108 વાળા ના ઇ.એમ.ટી. દિપક રાઠોડ અને પાયલોટ ગૌતમ કુબાવતે ઇજાગ્રસ્તના સગા નાનજીભાઈ જયાણીને 70 થી 80,000 ની રકમ પરત આપીને માનવતાનું પણ ઉમદા ઉદાહરણ 108 એ પૂરું પાડ્યું હતું.