સાવરકુંડલામાં બ્યુટીપાર્લર ધરાવતી યુવતીને કોરોના પોઝિટિવ

  • બ્યુટીપાર્લરમાં અનેક મહિલાઓ સંપર્કમાં આવી હોવાની ચર્ચાથી દોડધામ
  • સાવરકુંડલાના જેસરરોડ ઉપર રહેતી યુવતી

    અમરેલી પછી જ્યાં સૌથી વધુ કેસ છે તેવા સાવરકુંડલામાં 30 વર્ષની બ્યુટી પાર્લર ધરાવતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી છે.
    જાણવા મળતી માહિતી અનુસાર સાવરકુંડલાના જેસર રોડ ઉપર નંદીગ્રામ સોસાયટીમાં રહેતી અને નદી બજારમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને અમરેલી દાખલ કરવામાં આવી છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાતથી કુંડલામાં વધુ એક વખત ફફડાટ ફેલાયો છે કારણકે પાર્લરમાં ઘણી મહિલાઓ તેણીના સંપર્કમાં આવી હોવાની શક્યતા છે.