સાવરકુંડલામાં મહુવા રોડે ફાટક પાસે માલગાડીનું એન્જીન બંધ થતા વાહનોની મોટી લાઈનો લાગી

સાવરકુંડલા,સાવરકુંડલા મહુવા રોડ પર ફાટક પાસે જ માલગાડી નું એન્જીન બંધ થતા 2 કલાક સુધી વાહનોની મોટી કતારો લાગી હતી. આજે વહેલી સવારે 6 થી 8 બે કલાક ફાટક પાસેજ એન્જીન બંધ થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયેલ બે કલાક બાદ બીજું એન્જીન ની મદદથી એન્જીન સહિતની માલગાડી દૂર કરતા વાહન વ્યવહાર શરૂ થયેલ.સ્કૂલે જતી બસો પણ ટ્રાફિક ફસાતા બાળકો પરેશાન.મોટી સંખ્યામાં વાહનચાલકોએ જેસર સ્ટેટ હાઇવે પર થી પોતાના વાહન પસાર કર્યા.