સાવરકુંડલામાં મામલતદાર ઓફિસનો ઉપરનો માળ તુટ્યો

સાવરકુંડલા,  સાવરકુંડલામાં દરબારગઢ માં આવેલ જૂની મામલતદાર ઓફીસ છેલ્લા 20 વર્ષ થી બંધ હાલતમાં છે. આજે બપોરના સમયે જશોનાથ મંદિરની બાજુનો ઉપરનો મામલતદાર ઓફીસ નો ભાગ પડી જવા પામેલ છે. કોઈને જાનહાની થયેલ નથી અગત્યનું સાહીત્ય નાશ પામે તે પહેલા ફેરવવું જરૂરી છે.અહીંના સ્થાનિક લોકો અનેકવાર રજુવત કરી છે કે આ જગ્યા ઉપર જોગીદાસ ખુમાણ નું મ્યુઝિયમ જેથી આ પૌરાણિક જગ્યા ની જાળવણી થાય.