સાવરકુંડલામાં મૃતદેહનો કોલ આવ્યો અને શ્રી સરૈયા દોડી ગયાં

સાવરકુંડલા,અમરેલી જિલ્લા ના અગ્રગણ્ય યુવાન સમાજ સેવક ઇમરજન્સી 108 ના ઉપનામે જાણીતા શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ સેવાદીપ ગ્રૂપ ના પ્રમુખ હિતેષ સરૈયા ના મોબાઈલ પર સવારે 9 વાગ્યાની આસપાસ પંકજભાઈ ગાંધી નો કોલ આવે છે.હિતેશભાઈ તમારી સેવાની જરૂર પડી છે સામે હિતેષ સરૈયાનો જવાબ બોલો બોલો પંકજભાઈ જણાવે છે કે અમારા સમાજના એકલા રહેતા પ્રવીણભાઈ પરસોત્તમ ભાઈ ગાંધી નું 3 દિવસ પેલા અવસાન થયેલું છે જેની જાણ અમને અત્યારે થઈ છે અને ડેડબોડી ની હાલત બહુ ખરાબ થઈ ગયેલી છે તો એમના અંતિમ સન્સકાર કરવા માટે તમને કોલ કર્યો છે સામે હિતેષ સરૈયા નો જવાબ આવ્યો ભગવાન એમના આત્માને શાંતિ આપે કઇ જગ્યા પર મારે આવાનું છે .આ શબ્દો આમ તો હિતેષ સરૈયા ના દરેક સમયે કોઈપણ સેવા માટે હોય છે પરંતુ આજના સમયમાં કોરોના ની ભયંકર મહામારી વચ્ચે કોઈ કોઈની નજીક જવાથી પણ ડરે ત્યારે કહેવા હજારો સલામ કરવા જેવા છે.હિતેષ સરૈયા સ્થળ પર પોહચે છે જુએ છે તો અત્યંત દુર્ગંધ મારતી અને અસંખ્ય જીવતો વચ્ચે ઘેરાયેલો મૃતદેહ પડ્યો છે હિતેષ પંકજભાઈ ને કહે છે આ કાર્ય વિધિ પ્રમાણે થઈ જશે તમે ચિંતા ના કરો પરંતુ તમારા સમાજ ની મંજૂરી જેવું એક લખાણ કરી આપો અને સ્થાનિક પોલીસમાં જાણ કરો એમની મંજૂરી લઈ લઈએ જેથી આગળ કોઈ પ્રશ્ન ના ઉદભવે પંકજભાઈ આ મુજબ કરી આપે છે હિતેષ સરૈયા હંમેશની માફક આવી સેવામાં જેમનો સહયોગ લે એવા વાલ્મિકી સમાજ ના યુવાનો ચૌહાણ રાજેશ વિનુભાઈ બેરડીયા પંકજ જેકાભાઈ વાળા મનુભાઈ કેશાભાઈ ઘરણીયા વિશાલભાઈ જેન્તીભાઈ બેરડીયા મેહુલભાઈ કાંતિ ભાઈ ચૌહાણ મહેશ ભીમાભાઇ ચૌહાણ આકાશ ભીખાભાઈ વાળા સતીશ મનુ ભાઈ પિયુષ ભાઈ મકવાણા બધા જ મિત્રોને આ ઘટના ની જાણ કરે છે અને એ યુવાનો પણ હંમેશની માફક તુરંત હિતેષ સરૈયા ના જણાવ્યાના સ્થળ પર પોહચે છે સાવરકુંડલા નગરપાલિકા વાહન માંગવામાં આવે છે અત્યંત દુર્ગંધ આવતા મૃતદેહ ને સુગંધી અત્તર ની બોટલો વાપરીને શક્ય પ્રયાસો કરવામાં આવે છે ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ જવામાં આવે છે અને જૈન ધર્મ માં થતા વિધિસર અને એમના સંતાનો ની જેવી જ લાગણી અને ભાવના થી સમાજસેવા ને પોતાનો ધર્મ માનતા હિતેષ સરૈયા એ આ મૃતદેહ ના અંતિમ સંસ્કાર કર્યા.ઈશ્વર હંમેશા આવા સદકાર્યો માટે ચોક્કસ વ્યક્તિની જ પસંદગી કરતા હોય છે.ધન્ય છે તમારી માનવતા ને ધન્ય છે તમારી સંવેદના ને લાખો વંદન લાખો સલામ.કોરોના ના સમય માં સમાજ ના લોકો પણ નજીક નો જાય ત્યારે.