સાવરકુંડલામાં મોકડ્રિલ યોજાઇ : નગરપાલીકા ફાયર સ્ટાફ દ્વારા જન જાગૃતી માટે આયોજન

સાવરકુંડલા,પ્રાદેશિક કમિશનરશ્રી ની સુચનાથી આજરોજ સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ફાયર સ્ટાફ દ્વારા શહેરના મહુવા રોડ, નવું બસ સ્ટેન્ડ, દેવળા ગેઇટ, રિધ્ધિ સિધ્ધિ ચોક, અમરેલી રોડ, ખાતરવાડી વગેરે વિસ્તારોમાં મોકડ્રિલનું આયોજન કરી આગ લાગે ત્યારે આગને કાબૂમાં કેમ લેવી, સલામતીપૂર્વક બહાર કેમ નીકળવું તે વિશે જાણકારી આપેલ. જેમાં ફાયર સ્ટાફ સુપરવાઈજર મનુભાઈ ખુમાણ તથા જયરાજભાઈ ખુમાણ તથા રવિભાઈ જેબલિયાએ જરૂરી માર્ગદર્શન આપેલ.