સાવરકુંડલા,
સાવરકુંડલા રૂરલ પો.સ્ટે માં મોટરસાઇકલ ચોરીનો ગુન્હો તા.31/05/2022 ના ક.00/15 વાગે જાહેર થયેલ હોય જેમા ફરીયાદી વિશાલભાઇ સ/ઓ ભરતભાઇ ભાલલુભાઇ મુંજપરા રહે.સાવરકુંડલા આશોપાલવ સોસાયટી વાળાએ કાનાતળાવ ગામના પાટીયે મામાદેવના મંદીરે માંડવો હોય ત્યા પાકીંગમા પોતાનુ હીરો સ્પલેન્ડર મો.સા જેના આર.ટી.ઓ રજી નં.જીજે-14-એફ-7949 પાર્ક કરેલ ત્યાથી કોઇ અજાણ્યા ચોર શખ્સ ફરીયાદીનુ મો.સા જેની કિ.રૂ.10,000 નુ ચોરી કરી લઇ ગયેલ હોય અને ગુન્હો વણ શોધાયેલ હોય જે સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની પોલીસ ટીમ દ્વારા ઉપરોકત ગુન્હાના આરોપી છગન ભુરસીંગ બામણ્યા ઉવ39 ધંધો.મજુરી રહે.કાનાતળાવ તા.સાવરકુંડલા જિ-અમરેલી મુળ(એમપી), રમેશ કાળુભાઇ ભુરીયા ઉવરહ ધંધોમજુરી રહે.કાનાતળાવ તા.સાવરકુંડલા જિ-અમરેલી મુળ(એમપી)ને ગણતરીની કલાકોમાં ચોરીના મુદામાલ મો.સા સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામા સફળતા