સાવરકુંડલા, સાવરકુંડલા ના ભુવા રોડ પર મોડી રાત્રે મુસ્લિમ યુવકની હત્યા થતા મુસ્લિમ સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સાવરકુંડલાના ભુવારોડ પર જારાવાળાના કારખાનાની પાછળ થી વહેલી સવારે મુસ્લિમ યુવકની લાશ મળી આવતા શહેરમાં અરેરાટી વ્યાપી ગય છે.આ અંગેની મળતી માહિતી એવા પ્રકારની છે છે કે મરનાર યુવક જાખરા યુસુફભાઈ દિલાવરભાઈ ઉ.વ. 32 રહેવાસી સંધિ ચોક સાવરકુંડલા મોડી રાત્રે ભુવા રોડ પર 5 થી 6 છરીના ધા મારી હત્યા નિપજાવવા મા આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે સ્થળ ની નજીકમાંથી છરી મળી આવી છે આ અંગે ની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વધુ માહિતી અનુસાર મૃતકને સંતાનમાં બે દીકરીઓ હોવાનું જાણવા મળે છે હાલ તો સાવરકુંડલા ડીવાયએસપી ચિર્ર્ન અને ટાઉન પોલીસને મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે ઉમટી મૃતકની લાશને સાવરકુંડલા સરકારી દવાખાને પીએમ માટે લાવવામાં આવી રહી છે અને સરકારી દવાખાનુ મૃતકના પરિવારનો પણ મોટી સંખ્યામાં સંબંધીઓ જોવા મળ્યા હતા સાવરકુંડલા પોલીસ દ્વારા અત્યાર સુધી પહોંચવાની કવાયત તેજ કરી છે.