સાવરકુંડલામાં યુવતિનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
સાવરકુંડલા માનવમંદિર પાછળ બુધાભાઈ નનુભાઈ કાછડીયાની વાડીમાં સેજલબેન ભુપતભાઈ જીજુંવાડીયા ઉ.વ. 20 ને છેલ્લા દોઢેક મહિનાથી તાવ આવતો હોય અને પડખામા દુખ્યા કરતું હોય જે પીડાથી પોતે કંટાળી જઈ પોતે પોતાની મેળે અનાજમા નાખવાના ઝેરી ટીકડા પી જતા મૃત્યું પામ્યાનું પિતા ભુપતભાઈ ઘુસાભાઈ જીજુંવાડીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ .