સાવરકુંડલામાં યુવાન પર એસીડ છાંટી છરી, તલવાર ઝીંકી દીધા

  • અગાઉથી રચાયેલા કાવતરા મુજબ સમાધાન માટે બોલાવી
  • ત્રણ વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ : છરી, તલવાર ઉપરાંત પાઇપનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો

અમરેલી, સાવરકુંડલામાં યુવાનને સમાધાન માટે બોલાવાયા બાદ અગાઉથી રચેલા કાવત્રા મુજબ મહિલાએ ચહેરા પર એસીડ છાંટ્યું હતું અને તેની સાથેના અન્ય 3 વ્યક્તિઓએ છરી, તલવાર અને પાઈપના ઘા મારીને હત્યા નીપજાવી હતી. યુવાનની સાથે આવેલા તેના મિત્રને પણ છરીથી ગંભીર ઈજાઓ કરતા તેને સારવાર માટે ખસેડાયો છે. પોલીસ દ્વારા ચારમાંથી 1 આરોપીની ધરપકડ કરાઈ છે.
સાવરકુંડલાના મણીનગરની શેરીમાં ગતરાત્રીએ ખેલાયેલા આ ખૂની ખેલ અંગ્ને મૃતકના ભાઈ હનીફભાઈ હારુનભાઈ શેખે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સાવરકુંડલાના મણીનગરમાં રહેતા તેના નાનાભાઈ જાહીદ ઉર્ફે નનો હારુનભાઈ શેખ (ઉ.વ.3પ) વાળાને અગાઉ શહેરમાં જ રહેતા કેટલાક શખશો સાથે ઝઘડો થયો હોવાથી અયુબ ઉર્ફે અકની ઉસ્માન ચૌહાઅ નામના શખશે તેને ફોન કરીને પોતાના ઘરે સમાધાન માટે બોલાવ્યો હતો. તેથી જાહીદૃ પોતાના મિત્ર સીરાજ ઉર્ફે ઘુઘો જમાલભાઈ ધંધુકીયાને લઈને અયુબના ઘર પાસે ગયો હતો. આરોપીઓએ અગાઉથી જ તેની હત્યા નિપજાવવા માટે કાવત્રુ ગોઠવી રાખ્યું હતું અને એ મુજબ ઘર પાસે બન્ને યુવાનો પહોચતાની સાથે જ “થમ અફસાનાબ્ોન ઉર્ફે કાટી રહીમભાઈ ચૌહાઅ નામની મહિલાએ જાહીદૃ ઉપર એસીડ છાંટીને હુમલો કર્યો હતો. તેથી તે રાડો પાડવા લાગ્યો હતો અને આગળ કાંઈ દૃુખાતું નહોતું. તેનો લાભ લઈને અગાઉથી જ ત્યાં સંતાયેલા ઉસ્માન કાસમભાઈ ચૌહાઅ, ઈરફાન ઉર્ફે ઘડીયાળી યુનુસભાઈ વાઘેલાએ છરી, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો અને યુવાનને  આડેધડ ઘા મારીને તેની હત્યા નિપજાવી હતી. તેમજ તેની સાથે આવેલા તેના મિત્ર સીરાજને પણ જીવલેણ “કારની ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો છે. આ ઘટનામાં પોલીસ દવારા એક આરોપીની ધરપકડ કરાવમાં આવી છે અને મહિલા સહિત અન્ય ત્રણ હજુ ફરાર છે.