અમરેલી,
સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ચોખાનો જથ્થો સંગ્રહ કરેલો હોવાની બાતમી આધારે અમરેલી કલેકટરના માર્ગદર્શન નીચે જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદારની ટીમ દ્વારા આકસ્મીક તપાસણી કરતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાંથી મયુરભાઇ ખોડીદાસભાઇ ચોલેરા દ્વારા હરરાજીના ગોડાઉન પાસે જાહેર વિતરણના ચોખા 17600 કિ.ગ્રા. તથા જથ્થો ભરેલ ટ્રક નં. જીજે 01 એચટી 8113 મળી આવેલ જે ગેરકાયદેસર હોવાથી ઘઉ17600 કિલો રકમ રૂા.2,99,200 ટ્રક કિંમત 3 લાખ તથા વજન કાંટો રૂા.1500 મળી કુલ 6,00,7,00 નો માલ સામાન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ અંગે મયુરભાઇ ચોલેરાના નિવદેન અનુસાર તેઓએ આ જથ્થો આઠ જેટલા ફેરીયાઓ પાસેથી ખરીદ કરેલો હોવાનું જણાવતા તેઓની તપાસણી શરૂ કરવામાં આવેલ છે.
કલેકટરશ્રી અમરેલી દ્વારા તમામ મામલતદારોએ આવા ફેરીયાઓ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે તેમજ રેશનકાર્ડ ધારકોને પણ આ રાહતભાવનો જથ્થો પોતાના માટે જ ઉપયોગ કરવા તથા આવા અનઅધિકૃત રીતે થતી ગેરકાયદેસરની પ્રવૃતીઓને રોકવા યોગ્ય સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવેલ