સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ

સાવરકુંડલા,
ઉતરાયણના પર્વ નિમિત્તે સરકારશ્રીના કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓને પ્રાથમિક ઉપચાર તથા સારવાર પુરી પાડવામાં આવી હતી. તેમજ પતંગના દોરાથી પશુ – પક્ષી તથા માનવ અકસ્માતો અટકાવવા સાવરકુંડલા શહેરના તમામ માર્ગો ઉપર પક્ષી બચાવો અભિયાન અંતર્ગત દિવસભર જનજાગૃતિ માટે એમ્બ્યુલન્સ ફેરવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સ્વયંસેવક મિત્રો દ્વારા કબુતર 9, કાંકણસાર 2, કોયલ 2, કાબર 1, બગલો 1ને રેસ્કયુ કરી સુરક્ષીત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં. આ અભિયાનના સંપૂર્ણ લાભાર્થી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન (સાવરકુંડલા) મુંબઈ હતા.